Thursday 20 October 2011

૫૭. કુદરતે તો ભારે કરી...















કહે લોકો કુદરતે તો ભારે કરી
પણ માનવી તે કરેલ ક્રૂરતાની ક્યાં
કદી કુદરતે નોંધણી નોંધી... 
કુદરતના એક આંચકે 
ખળભડી ગયો માનવી,
રાતદિન કરતો પૈસાની 
ગુલામી ને રખેવાળી, 
ક્યાં પૈસો આવ્યો બચાવા
તને કે મને?
જોઈ લીધી ને તારી જ આંખે
તારી જ લાચારી....
દશા થઈ ગઈ બરાબર 
જાણે ગાય દૂબળી...
કેટલી કામ આવી આજે 
શેઠ સાહેબની પદવી...
કરેલા કર્મોની જો 
વાગી થપાટ ...
તો કુદરતને  તું જ 
નિષ્ઠુર ઠરાવ 
વાહ માનવી વાહ !!!
ઈશ્વર ને ભૂલતો ગયો છે તું
તો કહે ઈશ્વર....
યાદ આપવા 
આમ આવીશ હું.....

અ...દિ..... લાગણી નો વહેતો પ્રવાહ  ૨૦.૧૦.૨૦૧૧

૫૬. પણ હુંફ ક્યાં મળી?











તાપણું કરીને બેઠા 
પણ હુંફ ક્યાં મળી?


સરનામું લઈને ફર્યા 
પણ તમારી ગલી ક્યાં મળી ?


ખૂબ સલાહ લીધી અનુભવીની 
પણ મુશ્કેલી ક્યાં ટળી?


રોપી જોયું બીજ શમણાનું 
પણ ખીલી ક્યાં એકેય કળી?


બોલવા ખાતર બોલી દૂનીયા 
પણ મર્યા પાછળ કોણ ગયું મરી?

અ...દિ....  લાગણી નો વહેતો પ્રવાહ  ૨૦.૧૧.૨૦૧૧  

Thursday 6 October 2011

૫૫. અપેક્ષા રાખી શકુ ને ????














આ જ ઘડીમા તાજમહેલ બનાવી દઉ...
તારા માટે...
પણ..................
મુમતાજ જેવા પ્રેમની અપેક્ષા રાખી શકુ ને ????




અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૦.૦૯.૨૦૧૧ 

૫૪. આવી દોડજે ...














લાલ ચુંદડી ઉડાડું છું 
તારા માટે 
થાકી જા જયારે
આ આભ ના ભારણથી 
ત્યારે આવી દોડજે 
મારી પનાહ માં.....

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૦.૦૯.૨૦૧૧ 

૫૩. નામ તારું લખી...









પથ્થર રૂપી એક એક ક્ષણમાં નામ તારું લખી
સાગરરૂપી જીવન તરી જાવું છે ....
પંખો રૂપે તને લગાવી 
નીલ ગગનમાં આજે ઉડી જવું છે 

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૦.૦૯.૨૦૧૧ 

૫૨. પાંખો નથી જોઈતી...














પાંખો નથી જોઈતી મારે...
અનંત ઉડાન માટે 
મારા વિચારો જ 
કાફી છે ...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૦.૦૯.૨૦૧૧ 

૫૧. મોહી જાય છે માનવી...












સાગરમાં ફેકી જાળ
મછયારો ફસાવી લે છે માછલી...
એમ જ મીઠી મીઠી વાણીની જાળમાં 
મોહી જાય છે માનવી...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૧.૧૦.૨૦૧૧