Saturday 10 September 2011

૧૪. જમાનો બદલાયો …



મા માંથી મમ્મી થયું ને મમ્મી માંથી મોમ,
હા, જમાનો બદલાયો અને શરમાય છે આ ભોમ.
પિતા માંથી પપ્પા થયું ને પપ્પા માંથી ડેડ,
હા, જમાનો બદલાયો અને દુનિયા થઈ છે મેડ.
રસ્તા અપનાવે માનવી બધી વાતોમાં શોટ્કટ,
હા, જમાનો બદલાયો અને પૈસો થયો છે ચટ.
વસ્ત્રો સાથે દિલ અને મન પણ થયાં ટૂકા,
હા, જમાનો બદલાયો અને પૂણ્યથી થયાં લૂખાં.
કલ્બ અને ડિસ્કોબાર માનવીને બહુ ગમતા,
હા, જમાનો બદલાયો અને ગૂમ થયાં લાગણી ને મમતાં.
પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ,
હા, જમાનો બદલાયો પછી ન મળે નરકમાં પણ વાસ.


અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ 

1 comment: