Thursday 20 October 2011

૫૭. કુદરતે તો ભારે કરી...















કહે લોકો કુદરતે તો ભારે કરી
પણ માનવી તે કરેલ ક્રૂરતાની ક્યાં
કદી કુદરતે નોંધણી નોંધી... 
કુદરતના એક આંચકે 
ખળભડી ગયો માનવી,
રાતદિન કરતો પૈસાની 
ગુલામી ને રખેવાળી, 
ક્યાં પૈસો આવ્યો બચાવા
તને કે મને?
જોઈ લીધી ને તારી જ આંખે
તારી જ લાચારી....
દશા થઈ ગઈ બરાબર 
જાણે ગાય દૂબળી...
કેટલી કામ આવી આજે 
શેઠ સાહેબની પદવી...
કરેલા કર્મોની જો 
વાગી થપાટ ...
તો કુદરતને  તું જ 
નિષ્ઠુર ઠરાવ 
વાહ માનવી વાહ !!!
ઈશ્વર ને ભૂલતો ગયો છે તું
તો કહે ઈશ્વર....
યાદ આપવા 
આમ આવીશ હું.....

અ...દિ..... લાગણી નો વહેતો પ્રવાહ  ૨૦.૧૦.૨૦૧૧

2 comments:

  1. 'કરેલા કર્મોની જો વાગી થપાટ...'ખૂબ સુંદર વાસ્તવિકતા સભર રચના,ધન્યવાદ,
    'જય શ્રી કૃષ્ણ'!

    ~લાભશંકર ભરાડ, રાજકોટ.

    ReplyDelete