Wednesday 5 October 2011

૪૪. એક પતંગિયું















એક પતંગિયું ઉડીને
હાથ  પર બેસ્યું...
થોડી હું તો ડરી ગઈ
પછી ધીરે ધીરે એ
એની પાંખોથી હલ્યું...
સ્વાસ નો અવાજ ના
સાંભળી શકી હું 
પણ આશનો નાદ સાંભળી ગઈ
એની એટલી જોશથી
ભાગતી દિલની ધડકન
કે મારા હાથમાં પણ થયેલ 
કંપન  યાદ છે
એક પતંગિયું ઉડીને
હાથ  પર બેસ્યું..
એ પોતાનો જીવ બચાવા
આવ્યું હતું
અને આખરે હાથમાં જ
જીવ છોડી ને જતું રહ્યું
એક પતંગિયું ઉડીને
હાથ  પર બેસ્યું..
એ ક્ષણ માટે રહ્યું સંગાથ
પણ ભાવોભાવ યાદોની સંગાથ
દેતું ગયું

અ...દિ .... લાગણી નો વહેતો પ્રવાહ ૦૫.૧૦.૨૦૧૧ 

No comments:

Post a Comment