Tuesday 30 August 2011

૮. ખાબોચિયું જોવાઈ ગયું


ઓરડાની બારી માંથી ડોકિયું કરાઈ ગયું,
અસમતળ મેદાનમાં ખાબોચિયું જોવાઈ ગયું

વરસાદના નવાં પાણીથી ખાબોચિયું છલકાઈ ગયું,
એમાં મારું નાનું મન ભૂતકાળમાં તણાઈ ગયું.

આવતા નિશાળેથી પગથી લપસાઈ ગયું,
પકડી માછલીનાં બચ્ચાને, ભૂલથી મરાઈ ગયું.

પડતા ખાબોચિયામાં સફેદ ફ્રોક રંગાઈ ગયું,
બહેનપણી સંગ હસતા મધુર ગીત ગવાઈ ગયું.

ખુંદતા રસ્તા ઘરે થોડું મોડું પહોચાઈ ગયું,
સાંભળતા દાટ મમ્મીની 'અદી' થી રડાઈ ગયું.

ઓરડાંમાં બીજું ખાબોચિયું ભરાઈ ગયું,
જોઈ મને રડતા મમ્મીનું હૈયું ભરાઈ ગયું.

ઓરડાની બારી માંથી ડોકિયું કરાઈ ગયું,
અસમતળ મેદાનમાં ખાબોચિયું જોવાઈ ગયું

અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ ૨૯.૦૮.૨૦૧૧

Monday 29 August 2011

૭. હું શોધું છું


અમાસની આ કાળી રાત માં પણ,
ચાંદની ભરેલો ચાંદ હું શોધું છું.

 
પાનખરની આ ઋતુમાં પણ,
પાનથી ભરેલી ડાળ હું શોધું છું 

 
સાગરનાં ખારા નીરમાં પણ,
નદીનું એ મીઠું નીર હું શોધું છું .

 
ગ્રીષ્મનાં એ તડકામાં પણ,
શરદની ઠંડી લહેરકી હું શોધું છું.

 
ઈચ્છા ખૂટી ગયેલ દેહમાં પણ,
આશ ભરેલો શ્વાસ હું શોધું છું.

 
જીન્દગીનાં આ પથ પર આપે,
કોઈ સાથ એવો હુંફાળો હાથ હું શોધું છું.

 
માનવીથી ભારીલી આ દૂનીયામાં
મારી જ હસ્તી હું શોધું છું .


અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ

Saturday 27 August 2011

૬. ધુમ્મસના હતા એ વાદળ


તમે જે ક્યારેય ન’હોતુ કિધુ એ મને સંભળાવવા લાગ્યુ,
તમારું જીવન કાં મને મારૂ લાગવા લાગયું?

વિચાર્યુ’તું વિતાવીશ સાથે તમારી હું હરેક પળ,
નો’તી ખબર રણના હતા એ મૃગજળ. 


લાગ્યુ તું તમારી આંખોમાં છે મારો ચહેરો, 
દિલથી નજર સુધી પણ ક્યાં પહોચી શક્યા કો’નો હતો એ પહેરો? 

વિચાર્યુ તું લેલા મજનુથી પણ પ્રેમ હશે આપણો આગળ,
પાણીથી નહોતા ભરેલા, પણ ધુમ્મસના હતા એ વાદળ. 

અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ

Friday 26 August 2011

૫. આનું નામ તો પ્રેમ નથી ને?


જ્યારે જ્યારે જોઉં છું દર્પણ, ત્યારે ત્યારે ચહેરો દેખાઈ છે તમારો.
કદાચ આનું નામ તો પ્રેમ નથી ને?


જ્યારે જ્યારે કરું  છું વાતો , ત્યારે ત્યારે નામ આવે છે તમારું,
કદાચ આનું નામ તો પ્રેમ નથી ને?


જ્યારે જ્યારે વિચારું છું, ત્યારે ત્યારે ખ્યાલ આવે છે તમારા.
કદાચ આનું નામ તો પ્રેમ નથી ને?


જ્યારે જયારે વહાલાની યાદી બનાવું છું, ત્યારે ત્યારે પહેલા નામ આવે છે તમારું.
કદાચ આનું નામ તો પ્રેમ નથી ને?

જ્યારે જયારે કરો છો ભૂલ ત્યારે ત્યારે માફ કરું છું તમને,
કદાચ આનું નામ તો પ્રેમ નથી ને? 


જ્યારે જ્યારે ભગવાનને પૂજું છું, ત્યારે ત્યારે ખુશી માંગુ છું તમારી,
 કદાચ આનું નામ તો પ્રેમ નથી ને?

અ...દિ... લાગણી નો વહેતો પ્રવાહ

૪. ના, ના, એ નથી બેવફા...


રેતીમાં અમે નામ લખતાં,
રેતીમાં એ નામ ભુસાયા,
ના, ના, એ નથી બેવફા,
હવા એ મને દગો દીધો.

હું બનું પુષ્પ,
ને એ બને સુવાસ,
પુષ્પ સાથે સુવાસ પણ કરમાઈ,
ના, ના, એ નથી બેવફા,
 સુરજે મને દગો દીધો.

હું ગુલાબી કમળ,
ને એ મારી ભમરી,
રંગબેરંગી પાંદડી બિડાઈ ગઈ,
ના, ના, એ નથી બેવફા,
સાંજે મને દગો દીધો.

હું બન્યો ડાળ,
ને એ લીલી કૂંપળ,
ડાળી સાથે કુંપળ પણ ખરી ગઈ,
ના, ના, એ નથી બેવફા,
વસંતે મને દગો દીધો.

હું બન્યો ચાંદ,
ને એ મારી ચાંદની,
ચાંદ સાથે ચાંદની રેલાઈ ગઈ,
ના, ના, એ નથી બેવફા,
પ્રભાતે મને દગો દીધો.

હું બન્યો ઘુવડ,
ને એ મારી ચકોરી,
ના નીહાળ્યા એક મેક ને,
ના, ના, એ નથી બેવફા,
પ્રકાશે મને દગો દીધો.


અ...દી... લાગણી નો વહેતો પ્રવાહ

૩. એક શહેજાદી ગમતી.


મોટી હતી બહુ વસ્તી,
એમાં મને એક શહેજાદી ગમતી.
એની બિંદી ચાંદની જેમ ચમકતી,
નહોતી મારી નજર એમાંથી ખસ્તી,
એના હાથોની કંગન છનછન છનકતી,
મારા દિલની ધડકન પર એ રણકતી,
તારાની જેમાં એની આંખો ટમકતી,
જ્યારે પણ આ સાંજ ઢળતી,
એની ચૂંદડી હતી લહેરાતી,
એની સાથે જોડી મારી જામતી,
જેમાં હોય છે મારી હસ્તી,
એ પળો નથી સસ્તી,
ખુદા ના સમાજ આ મારી મસ્તી,
પાર પાડજે અમારી આ કસ્તી.


અ...દિ... લાગણી નો વહેતો પ્રવાહ

૨. તો પણ...


બહારથી હસતાં દેખાતા ચહેરાં અંદર તો કંઈક રડે છે.
આપીને સુગંધી સુગંધ એ અગરબતી તો બળે છે.

થતાં બધાં પૂરાં સ્વપનો પરંતુ દિલ હજુ કંઈક જંખે છે.
લાગતા ચકાચક બૂટ પરંતુ પગને તો એ ડંખે છે.

તનથી આપી હાજરી પણ મનતો ક્યાંય ફરે છે.
એક દિવસ મહેકાવી બાગ પાંદડીઓ તો એ ખરે છે.

ના આપે જીવનનો સંગાથ તો પણ માનવી પ્રેમમાં પડે છે.
જીતવા તમારા દિલનો ખિતાબ 'અદિ' તો કવિતા લખે છે.

અ...દિ... લાગણી નો વહેતો પ્રવાહ

૧. જન્મો જન્મની આયખુ સુધી


ફુલનો ના’તો ફોરમ સાથે ક્યાં સુધી ?
કરમાય ના જાય ત્યાં સુધી જ ને...


વાદળનો ના’તો પાણી સાથે ક્યાં સુધી ?
વરસી ના જાય ત્યાં સુધી જ ને... 


સુરજનો ના’તો પ્રકાશ સાથે ક્યાં સુધી ?
સાંજ ના ઢળે ત્યાં સુધી જ ને... 


ચાંદનો ના’તો ચાંદની સાથે ક્યાં સુધી ?
પ્રભાત ના થાય ત્યાં સુધી જ ને... 


ડાળનો ના’તો પાન સાથે ક્યાં સુધી ?
પાનખર ના આવે ત્યાં સુધી જ ને... 


જિંદગીનો ના’તો શ્વાસ સાથે ક્યાં સુધી ?
મૃત્યુ ના આવે ત્યાં સુધી જ ને... 


મારો તો ના’તો તમારા જ સાથે,
જન્મો જન્મની આયખુ સુધી. 

અ....દિ... લાગણી નો વહેતો પ્રવાહ