Thursday 20 October 2011

૫૭. કુદરતે તો ભારે કરી...















કહે લોકો કુદરતે તો ભારે કરી
પણ માનવી તે કરેલ ક્રૂરતાની ક્યાં
કદી કુદરતે નોંધણી નોંધી... 
કુદરતના એક આંચકે 
ખળભડી ગયો માનવી,
રાતદિન કરતો પૈસાની 
ગુલામી ને રખેવાળી, 
ક્યાં પૈસો આવ્યો બચાવા
તને કે મને?
જોઈ લીધી ને તારી જ આંખે
તારી જ લાચારી....
દશા થઈ ગઈ બરાબર 
જાણે ગાય દૂબળી...
કેટલી કામ આવી આજે 
શેઠ સાહેબની પદવી...
કરેલા કર્મોની જો 
વાગી થપાટ ...
તો કુદરતને  તું જ 
નિષ્ઠુર ઠરાવ 
વાહ માનવી વાહ !!!
ઈશ્વર ને ભૂલતો ગયો છે તું
તો કહે ઈશ્વર....
યાદ આપવા 
આમ આવીશ હું.....

અ...દિ..... લાગણી નો વહેતો પ્રવાહ  ૨૦.૧૦.૨૦૧૧

૫૬. પણ હુંફ ક્યાં મળી?











તાપણું કરીને બેઠા 
પણ હુંફ ક્યાં મળી?


સરનામું લઈને ફર્યા 
પણ તમારી ગલી ક્યાં મળી ?


ખૂબ સલાહ લીધી અનુભવીની 
પણ મુશ્કેલી ક્યાં ટળી?


રોપી જોયું બીજ શમણાનું 
પણ ખીલી ક્યાં એકેય કળી?


બોલવા ખાતર બોલી દૂનીયા 
પણ મર્યા પાછળ કોણ ગયું મરી?

અ...દિ....  લાગણી નો વહેતો પ્રવાહ  ૨૦.૧૧.૨૦૧૧  

Thursday 6 October 2011

૫૫. અપેક્ષા રાખી શકુ ને ????














આ જ ઘડીમા તાજમહેલ બનાવી દઉ...
તારા માટે...
પણ..................
મુમતાજ જેવા પ્રેમની અપેક્ષા રાખી શકુ ને ????




અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૦.૦૯.૨૦૧૧ 

૫૪. આવી દોડજે ...














લાલ ચુંદડી ઉડાડું છું 
તારા માટે 
થાકી જા જયારે
આ આભ ના ભારણથી 
ત્યારે આવી દોડજે 
મારી પનાહ માં.....

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૦.૦૯.૨૦૧૧ 

૫૩. નામ તારું લખી...









પથ્થર રૂપી એક એક ક્ષણમાં નામ તારું લખી
સાગરરૂપી જીવન તરી જાવું છે ....
પંખો રૂપે તને લગાવી 
નીલ ગગનમાં આજે ઉડી જવું છે 

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૦.૦૯.૨૦૧૧ 

૫૨. પાંખો નથી જોઈતી...














પાંખો નથી જોઈતી મારે...
અનંત ઉડાન માટે 
મારા વિચારો જ 
કાફી છે ...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૦.૦૯.૨૦૧૧ 

૫૧. મોહી જાય છે માનવી...












સાગરમાં ફેકી જાળ
મછયારો ફસાવી લે છે માછલી...
એમ જ મીઠી મીઠી વાણીની જાળમાં 
મોહી જાય છે માનવી...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૧.૧૦.૨૦૧૧

૫૦. એકલતામાં પણ મજા છે ...











એકલતામાં પણ મજા છે 
ખાલીપો સંગાથ છે 
હું જ રાણી
અને હું જ પટરાણી
ચારે બાજુ બસ મારી જ સુવાસ છે...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૧.૧૦.૨૦૧૧

૪૯. સનેડો સનેડો ફેસબૂક નો લાલ સનેડો











એ..... છોકરીનો ફોટો જોઈ ....
અમે મોકલી રીક્વેસ્ટ....


ને સાત દિવસ પછી પન 
સાલી ના કરે........ એ....ડ....


પોક ને મેસેજ કરી....
આગળી દુખાવી.........................
લાઈક ને કોમેંટમા
શાયરી લખી...


એક્સેપ્ટ કરી મારી રીક્વેસ્ટ 
ત્યારે સ્ટેટસ મા એંગેજ્ડ લખ્યુ લાલ 
સનેડો......
સનેડો સનેડો ફેસબૂક નો લાલ સનેડો :)


અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૪.૦૯.૨૦૧૧ 

૪૮. તારા વિયોગમાં...














તું જ મારી લાગણી ....
ને તું જ મારી માગણી....
તારા વિયોગમાં તડપું રાત દિન 
આનાથી આકરી શું બીજી જિંદગી ???

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૫.૧૦.૨૦૧૧ 

૪૭. તારી યાદોનું વાદળ













તારી યાદોનું વાદળ 
મારા આંખો રૂપી આકાશમાં રોજે મંડરાય...
વરસી નાં પડે અકાળે...
તેથી ખોટે ખોટે હોઠે છાનું મલકાવ 


અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૫.૧૦.૨૦૧૧ 

Wednesday 5 October 2011

૪૬. ફોરમ નથી....












આજે ફૂલમાં ફોરમ નથી....
લાગે છે તમારા તરફથી પ્રેમની મૌસમ નથી 


અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૫.૧૦.૨૦૧૧

૪૫. આજ સાથ તારો મુને જંખે છે













આજ એકલતા મુને ડંખે છે 
આજ સાથ તારો મુને જંખે છે
કેટલો પામર...
કેટલો તુચ્છ હું ...
નાં સમજ્યો તારા પ્રેમ ને
તારી લાગણી ને ...
હવે હાસ્ય પણ નથી 
મારા મુખે રે...
શું કહું તને કે
આ જિંદગી પણ મને 
હવે છે દુખે રે...
બધા પ્રેમી પંખીડા ફરે
સંગે રે ....
તું જ કહે આમાં તારા
સંગાથ વિના મને કેમ
ગમે રે....
આજ એકલતા મુને ડંખે છે 
આજ સાથ તારો મુને જંખે છે


અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૫.૧૦.૨૦૧૧ 

૪૪. એક પતંગિયું















એક પતંગિયું ઉડીને
હાથ  પર બેસ્યું...
થોડી હું તો ડરી ગઈ
પછી ધીરે ધીરે એ
એની પાંખોથી હલ્યું...
સ્વાસ નો અવાજ ના
સાંભળી શકી હું 
પણ આશનો નાદ સાંભળી ગઈ
એની એટલી જોશથી
ભાગતી દિલની ધડકન
કે મારા હાથમાં પણ થયેલ 
કંપન  યાદ છે
એક પતંગિયું ઉડીને
હાથ  પર બેસ્યું..
એ પોતાનો જીવ બચાવા
આવ્યું હતું
અને આખરે હાથમાં જ
જીવ છોડી ને જતું રહ્યું
એક પતંગિયું ઉડીને
હાથ  પર બેસ્યું..
એ ક્ષણ માટે રહ્યું સંગાથ
પણ ભાવોભાવ યાદોની સંગાથ
દેતું ગયું

અ...દિ .... લાગણી નો વહેતો પ્રવાહ ૦૫.૧૦.૨૦૧૧ 

Tuesday 4 October 2011

૪૩. સરસ કરી.....
















એક તમારા પ્રયત્ન કરવાના યત્ન એ અસર કરી....
મંજીલ પામવા માટેની શરૂઆત સરસ કરી..... 

અ......દી......લાગણી નો વહેતો પ્રવાહ  ૦૩.૧૦.૨૦૧૧

Monday 19 September 2011

૪૨. કુદરત તારી લીલા દેખી...










 સાગર દેખી તરી જાઉં છું હું...
વાદળ દેખી ઉડી જાઉં છું હું...

ફૂલ દેખી મહેકી જાઉં છું હું...

ડાળો દેખી ઝૂલી જાઉં છું હું...

કુદરત તારી લીલા દેખી,

તારા પર મન વારી જાઉં છું હું.

 
અ...દિ... લાગણી નો વહેતો પ્રવાહ - ૧૯.૦૯.૨૦૧૧

Saturday 17 September 2011

૪૧. ચતુરાઈ ગમે...












તારી પ્રેમ કરવાની ચતુરાઈ ગમે..
મળવાનું જો ના કોઈ કારણ મળે..
તો તું મળવાનું બહાનું કાઢે...

અ...દિ.. લાગણી નો વહેતો પ્રવાહ  ૩૧.૦૮.૨૦૧૧

૪૦. મને મને નીખર્યા...












મહેંદી રૂપે મેં તમને ચીતર્યા,
સુકાઈ મહેંદી તેમ મને વિસર્યા
આપી રંગ મારા મને મને નીખર્યા...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૩૧.૦૮.૨૦૧૧

૩૯. ના કર સવાલ ....











જાહેરમાં એવા ના કર સવાલ ....
જેના અંગત હોય જવાબ ...
 
અ...દિ... લાગણી નો વહેતો પ્રવાહ ૩૧.૦૮.૨૦૧૧

૩૮. મારા રંગો...














જીવને આપીયા અનેક ખાટા મીઠાં પ્રસંગો...
જીતી બાજી બધી મેં પણ રાખ્યા મારા રંગો...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ ૦૧.૦૯.૨૦૧૧

૩૭. ગુલામી...











મહેનત કરી મેં એટલી નિરાલી...
કે સપના પણ કરે છે આજે મારી ગુલામી
 
અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ  ૦૧.૦૯.૨૦૧૧

૩૬. સ્વર્ગની ઉજાણી...












તારે સંગ ની એક એક મિજબાની....
મારે મન સ્વર્ગની ઉજાણી

અ..દિ...
લાગણીનો વહેતો પ્રવાહ ૦૧.૦૯.૨૦૧૧

૩૫. ઘડી ને આજે પકડી રાખી...





















આ આહલાદક ઘડી જો જે જલ્દી જાયે ના ભાગી...
તેથી ઘડી ને આજે પકડી રાખી....
 
અ...દિ... લાગણીનો વહેતો પ્રવાહ  ૦૧.૦૯.૨૦૧૧

૩૪. મેં કીધું પ્રેમ છે...











ઘા આપીને પૂછે છે તું,
"મને કેમ છે ?"
મેં કીધું પ્રેમ છે તો
કાં બોલીતી વ્હેમ છે ?
 

અ...દિ...લાગણીનો વહેતો પ્રવાહ  ૦૭.૦૯.૨૦૧૧


૩૩. તારા વિરહમાં...












વાટ વચ્ચારે તારી જોઉં છું વાટ...
ક્યાં રહી છે હવે મને સમયની ભાન ...
તારા વિરહમાં મારે મન તો સરખા દિવસ ને રાત ...
 
અ...દિ...લાગણીનો વહેતો પ્રવાહ ૦૭.૦૯.૨૦૧૧

૩૨. નિખાલસ ટહેલવાનું....












નથી કોઈક ને વાચા....
તો નથી કોઈક ને ફરી શકે તેવી કાયા....
તો પણ અમારી દૂનીયામાં રહી મસ્ત
ક્યારેક મધુરા ગીત ગાવાનું....
તો ક્યારેક નિખાલસ ટહેલવાનું....
 

અ...દિ...લાગણીનો વહેતો પ્રવાહ  ૦૭.૦૯.૨૦૧૧

૩૧. મોરલી નો જાદુ તો જો....











 
કાન્હા!!! તારી મોરલી નો જાદુ તો જો...
લીધી હજુ હાથમાં તો...
ફૂલ, પતંગીયા, શંખ, વાદળ, તારા
સૌને મળી ગઈ છે જાણે વાચા...
 
અ...દિ... લાગણીનો વહેતો પ્રવાહ ૦૭.૦૯.૨૦૧૧

૩૦. પતંગિયાના કાનમાં...














ફૂલ એવું તો શું કહેતું હશે...
ચૂપકીદીથી પતંગિયાના કાનમાં...
કે જે સાંભળીને તે ફર ફર પાંખો ફેલાવી...
હરખથી ડાળે ડાળે , પાને પાને ...
સમાચાર આપવા દોડે છે


અ...દિ...લાગણીનો વહેતો પ્રવાહ ૦૭.૦૯.૨૦૧૧

૨૯. કવિ ધારે તો ...











કવિ ધારે તો ચાંદ પર પહોંચી જાય
ને ધારે તો ચાંદ ને પણ ધરા પર લાવે
 
અ...દિ...લાગણીનો વહેતો પ્રવાહ ૦૭.૦૯.૨૦૧૧

૨૮. ગાંધી...











દરેક આંધી ને સામે અડગ રહેતા ગાંધી
નથી
મારું ગજું કે એને એક પંક્તિમાં વર્ણવી
એમની આવડત દઉં બાંધી...
 
અ..દિ... લાગણીનો વહેતો પ્રવાહ ૧૦.૦૯.૨૦૧૧

૨૭. સ્પર્શી રહું છું..












આહ!!! કુદરત તારી એક એક કલાને સ્પર્શતા
તારી કોમળતા સ્પર્શી રહું છું..
 
અ...દિ... લાગણીનો વહેતો પ્રવાહ ૧૦.૦૯.૨૦૧૧

૨૬. રાત બગડી...














એમણે મારી વાત ના સાંભળી...
ને મારી તો પૂરી રાત બગડી....


અ..દિ...લાગણી નો વહેતો પ્રવાહ  ૧૦.૦૯.૨૦૧૧

૨૫. ખાલીપો વર્તાય છે...













ખબર નહિ કેમ આજે એકલતા અનુભવાય છે?
જગ આખું બાજુમાં પણ ભીતરે ખાલીપો વર્તાય છે...

અ..દિ...લાગણી નો વહેતો પ્રવાહ  ૧૦.૦૯.૨૦૧૧

૨૪. સફેદ પારેવા...
















કેવા મજાના સફેદ પારેવા,
જોઈએ ને મુખ માંથી સરકી પડે વા'રેવા..
આપી ઈશ્વરે તને સુંદર પાંખો મજાની,
છોડી આ પાંજરાની દૂનિયા...
મોજ થી નીલ ગગનમાં ઉડવા જારેજા...


અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ   ૧૩.૦૯.૨૦૧૧

Friday 16 September 2011

૨૩. કેવું નશીબ છે...
















નશીબનું પણ કેવું નશીબ છે.
એ તો બિચારું આપણે કરેલા ખરાબ કર્મોના 
પણ મેણાંટોણા સહે છે... 

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ ૧૩.૦૯.૨૦૧૧

૨૨. આયો છું ...















જ્યાં પાડ્યા હતા આપણા સંગ સંગ નાં પગલા 
એ પગલા ને મળવા આયો છું...
હું તો હરપલ તારો દીવાનો છું...
તને હમરાહી બનવા આયો છું ...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ ૧૪.૦૯.૨૦૧૧

૨૧. ના ભળી શક્યો...
















મને જેની સાથે ભળતું..
તે મારામાં ના ભળી શક્યો...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ ૧૫.૦૯.૨૦૧૧

૨૦. ચૂર ચૂર થઈ ગયો...
















પુષ્પ નો પણ આજે ઘમંડ ચૂર ચૂર થઈ ગયો...
તમારા કોમળ હાથનો જો એને સ્પર્શ થઈ ગયો ....


અ...દિ...લાગણી નો વહેતો પ્રવાહ ૧૭.૦૯.૨૦૧૧

૧૯. તમારે તો જલસા છે બાકી.









દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારની જ હોય છે પરંતુ કોઈ કોઈ બાબતમાં સમાન પણ હોય છે ...
કોઈ વ્યક્તિ કોઈ ને મળે અને પહેલા તો પૂછે....
કેમ છો ???
અને સામાન્ય ઉતર મળે મજામાં.... સારું .... બસ શાંતિ હો...
અને આપણે વળતો ઉતર આપીએ તમારે તો જલસા છે બાકી...
તો આપણે શેનું દુ:ખ છે ???
ખાલી એટલું જ વિચારો તમે તમારી જિંદગી કોઈ જોડે બદલાવવા તૈયાર છો ???
અ...દિ....લાગણી નો વહેતો પ્રવાહ . ૧૭.૦૯.૨૦૧૧

Thursday 15 September 2011

૧૮. તારા વગર....













આપણી દિશા બદલી નાખીશું...
પણ દશા તો સરખી જ રહેવાની...
તું મારા વગર તડપવાનો...
ને હું તારા વગર....

અ...દિ....  લાગણી નો વહેતો પ્રવાહ ૧૬.૦૯.૨૦૧૧ 



Tuesday 13 September 2011

૧૭. કરતી નથી પરત...















પ્રેમ કરવામાં કદી રાખતી નથી શરત...
દિલ લીધા પછી 'અદી' કરતી નથી પરત...
 

અ...દિ...  લાગણી નો વહેતો પ્રવાહ ૦૨.૦૯.૨૦૧૧

૧૬. કેટલો પ્રેમ કરે છે મને?










કેમ વારે વારે પૂછે છે મને?
કેટલો પ્રેમ કરે છે મને?
માફ કરજે પ્રિયે...
પણ નહિ હું વર્ણવી શકું તને
એ ખરા સમયે જ 
માત્ર જતાવીશ તને 
પછી એવું નાં પૂછતી 
કેમ એટલો બધો પ્રેમ કરે છે મને ?

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ ૧૩.૦૯.૨૦૧૧

૧૫. તારે સંગ નિહાળી છે ...












શું આ આહલાદક  ઘડી છે ...
વર્ષો થી જે સાંજ ઝંખી છે...
તે આજે તારે સંગ  નિહાળી છે...

અ..દિ... લાગણી નો વહેતો પ્રવાહ ૧૩.૦૯.૨૦૧૧

Saturday 10 September 2011

૧૪. જમાનો બદલાયો …



મા માંથી મમ્મી થયું ને મમ્મી માંથી મોમ,
હા, જમાનો બદલાયો અને શરમાય છે આ ભોમ.
પિતા માંથી પપ્પા થયું ને પપ્પા માંથી ડેડ,
હા, જમાનો બદલાયો અને દુનિયા થઈ છે મેડ.
રસ્તા અપનાવે માનવી બધી વાતોમાં શોટ્કટ,
હા, જમાનો બદલાયો અને પૈસો થયો છે ચટ.
વસ્ત્રો સાથે દિલ અને મન પણ થયાં ટૂકા,
હા, જમાનો બદલાયો અને પૂણ્યથી થયાં લૂખાં.
કલ્બ અને ડિસ્કોબાર માનવીને બહુ ગમતા,
હા, જમાનો બદલાયો અને ગૂમ થયાં લાગણી ને મમતાં.
પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ,
હા, જમાનો બદલાયો પછી ન મળે નરકમાં પણ વાસ.


અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ 

Friday 9 September 2011

૧૩. ધરા પર લાવે


કવિ ધારે તો ચાંદ પર પહોંચી જાય
ને ધારે તો ચાંદ ને પણ ધરા પર લાવે

અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ ૦૭.૦૯.૨૦૧૧

Wednesday 7 September 2011

૧૨. રડાવી ગયું


ક્યારેક કોઈ સપનું હસાવી ગયુ....
ક્યારેક કોઈ આપણૂં રડાવી ગયું...


અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ ૧૧.0૫.૨૦૧૧

Tuesday 6 September 2011

૧૧. લાહવો....


નવો ચહેરો ને નવી જ વાતો....
મળવાની એક એક પળમાં છે અનોખો
લાહવો....

અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ ૦૨.૦૯.૨૦૧૧

Friday 2 September 2011

૧૦. તું જ છે


ના વિચારું....
કે આગળ શું છે ?
મારી તો કાલ, આજ ને આવતીકાલ તું જ છે ....

અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ ૦૧.૦૯.૨૦૧૧

Thursday 1 September 2011

૯. એક એવી જગ્યા પર અમે આવિયા...


એક એવી જગ્યા પર અમે આવિયા...
જ્યાં થતા આગમન અમારું...
પથ્થર ને પણ ફૂલો ફૂટયા...

અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ ૦૧.૦૯.૨૦૧૧

Tuesday 30 August 2011

૮. ખાબોચિયું જોવાઈ ગયું


ઓરડાની બારી માંથી ડોકિયું કરાઈ ગયું,
અસમતળ મેદાનમાં ખાબોચિયું જોવાઈ ગયું

વરસાદના નવાં પાણીથી ખાબોચિયું છલકાઈ ગયું,
એમાં મારું નાનું મન ભૂતકાળમાં તણાઈ ગયું.

આવતા નિશાળેથી પગથી લપસાઈ ગયું,
પકડી માછલીનાં બચ્ચાને, ભૂલથી મરાઈ ગયું.

પડતા ખાબોચિયામાં સફેદ ફ્રોક રંગાઈ ગયું,
બહેનપણી સંગ હસતા મધુર ગીત ગવાઈ ગયું.

ખુંદતા રસ્તા ઘરે થોડું મોડું પહોચાઈ ગયું,
સાંભળતા દાટ મમ્મીની 'અદી' થી રડાઈ ગયું.

ઓરડાંમાં બીજું ખાબોચિયું ભરાઈ ગયું,
જોઈ મને રડતા મમ્મીનું હૈયું ભરાઈ ગયું.

ઓરડાની બારી માંથી ડોકિયું કરાઈ ગયું,
અસમતળ મેદાનમાં ખાબોચિયું જોવાઈ ગયું

અ....દી... લાગણી નો વહેતો પ્રવાહ ૨૯.૦૮.૨૦૧૧